મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 80.140 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 રીઢા પકડાયા, કોર્ટે ફટકાર્યા 4 દિવસના રિમાન્ડ

સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બે દિવસમાં રાંદેર વિસ્તારમાંથી ત્રણ રીઢા આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ

સુરતમાં 80.140 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 રીઢા પકડાયા, કોર્ટે ફટકાર્યા 4 દિવસના રિમાન્ડ

સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બે દિવસમાં રાંદેર વિસ્તારમાંથી ત્રણ રીઢા આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા.ક્રાઇમ બ્રાંચની ટીમેને બાતમી મળી હતી કે, રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે. ક્રાઇમ બ્રાંચની ટીમે તા. 25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી.

આ પણ વાંચોઃ VIDEO: મહાકુંભમાં ગુજરાતના સાધ્વી બન્યા પ્રથમ મહિલા મહામંડલેશ્વર, પંચાયત નિર્મલ અખાડા દ્વારા અપાઈ પદવી

ઘરેથી ઝડપાયો આરોપી

દરમિયાનમાં રાત્રે 11.30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર પસાર થઇ રહેલા ફહદ સઇદ શેખને સાહીલ અલ્તાફ સૈયદને પકડી જડતી લેતા તેમની પાસેથી રૂ.5,38,200ની કિંમતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ કબજે લઇ બંનેની ધરપકડ કરી હતી. ફહદ અને સાહિલ સાળા બનેવી થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને આ ડ્રગ્સ રાંદેર શાહ ભાગળમાં રહેતા સોહાન હજીફુલ્લાખાને વેચવા માટે આપ્યો હોવાનું જણાવતા પોલીસે સોહાનને તેના ઘરેથી પકડી પાડ્યો હતો. 

કાકાની હત્યા કરી

સોહાન પાસેથી પોલીસને રૂ.2,63,200ની કિંમતનું 26.320 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ કબજે લઇ તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી 4 દિવસના રિમાન્ડ મેળ‌વ્યા છે. સાહિલ રીઢો ગુનેગાર ડ્રગ્સ સાથે પકડાયેલો સાહિલ રીઢો ગુનેગાર છે. વર્ષ 2019માં તેણે સગા કાકાની હત્યા કરી હતી. છ મહિના જેલમાં રહ્યો હતો. પાસામાં સાત મહિના કાઢ્યા હતા.

આ સમાચાર શેર કરો