મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓઢવ: કારમાંથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ મળવાના મામલામાં થયો ખુલાસો

ઓઢવ વિસ્તારમાંથી એક સ્કોર્પિયો કારના સ્પેર વ્હીલમાંથી 28 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે કાર અને

ઓઢવ: કારમાંથી 28 ગ્રામ એમડી ડ્રગ્સ મળવાના મામલામાં થયો ખુલાસો

ઓઢવ વિસ્તારમાંથી એક સ્કોર્પિયો કારના સ્પેર વ્હીલમાંથી 28 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે કાર અને ડ્રગ્સ સાથે કૂલ 12.93 લાખના મુદ્દામાલ  સાથે ગાડીના માલિક અભિમન્યુની અટકાયત કરી હતી. 

અભિમન્યુની પુછપરછ કરતા હકીકત સામે આવી કે, થોડા વર્ષો પહેલા જયપુરના નરેશ બિશ્નોઈ સાથે તે કામકાજ શીખતો હતો. જોકે, બાદમાં અભિમન્યુએ ઓઢવમાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો. જે અંગે અદાવત રાખીને થોડા મહિના પહેલા બિશ્નોઈએ ફોન કરીને અભિમન્યુને ધમકી પણ આપી હતી.

સમગ્ર મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા અભિમન્યુની વાત સાચી સાબિત થઈ હતી. પરિણામે પોલીસ જયપુરથી નરેશ બિશ્નોઈને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા બિશ્નોઈ ભાંગી પડ્યો હતો.  

ધંધાની હરીફાઈમાં બદલો લેવા એમડી ડ્રગ્સ મુકાવ્યું

પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે, ધંધાની હરીફાઈમાં બદલો લેવા માટે થઈને અભિમન્યુની કારમાં એમડી ડ્રગ્સ પોતે જ મુકાવ્યું હતું. ઓઢવ પોલીસે નરેશ બિશ્નોઈની ધરપકડ કરી છે. આ સિવાય રાજસ્થાન જે બે શખ્સો ડ્રગ્ઝ મુકવા માટે આવ્યા હતા તેની શોધખોળ હાથ ધરી છે.

બાતમી આપનાર જ આરોપી નીકળ્યો 

મહત્ત્વની વાત એ છે કે, અભિમન્યુની ગાડીમાં એમડી ડ્રગ્સ મુકાવીને પોલીસને જાણ કરી હતી. આમ પોલીસને બાતમી આપનાર જ આરોપી નીકળ્યો છે. 

આ સમાચાર શેર કરો