Gujarat news: તોલમાપ વિભાગનો સપાટો; 275 પેટ્રોલ પંપ પર ત્રાટક્યું, જાણો કેટલા પંપ પર જણાઈ ગેરરીતિ
રાજ્યમાં તોલમાપ વિભાગ દ્વારા પેટ્રોલ અને ડીઝલ પંપ પર વિશેષ ડ્રાઈવના ભાગ

રાજ્યમાં તોલમાપ વિભાગ દ્વારા પેટ્રોલ અને ડીઝલ પંપ પર વિશેષ ડ્રાઈવના ભાગરૂપે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 16 પંપ પર ગેરરીતિ જણાતાં વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પંપ પર ગેરરીતિની અનેક ફરિયાદો બાદ તોલમાપ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરી પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પડતાની સાથે જ પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. વિભાગે કુલ 275 જેટલા પેટ્રોલ પંપ પર ચકાસણી હાથ ધરી હતી, જે પૈકી 16 જેટલા પેટ્રોલ પંપ પર ગેરરીતિ જણાતા તંત્રે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ જિલ્લામાં બે, પંચમહાલમાં બે પંપ, વડોદરા ,સુરત, કચ્છ ,ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા તથા મોરબી જિલ્લામાં એક એક પંપમાં ગેરરીતિ જણાઈ હતી. જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન હોવું, કેપેસિટી મેજર ફેર ચકાસણી અને ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવુ જેવી બાબતો ધ્યાને આવતા કાર્યવાહી કરાઇ હતી.






