મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વીજચોરો પર સપાટો, 25 ટીમોએ 35 વીજ જોડાણમાંથી 26.95 લાખની ઝડપી ચોરી  

સુરતમાં વીજ ચોરીને ડામવા માટે સ્માર્ટમીટર લગાવવાનું શરૂ થયું છે. પરંતુ હોબાળા વચ્ચે કામગીરી અટવ

સુરતમાં વીજચોરો પર સપાટો, 25 ટીમોએ 35 વીજ જોડાણમાંથી 26.95 લાખની ઝડપી ચોરી  

સુરતમાં વીજ ચોરીને ડામવા માટે સ્માર્ટમીટર લગાવવાનું શરૂ થયું છે. પરંતુ હોબાળા વચ્ચે કામગીરી અટવાઈ છે ત્યારે પરંપરાગત વીજ ચોરી યથાવત રહી છે. અમરોલી વિસ્તારમાં થતી વીજ ચોરી પર પોલીસ સ્ટાફને સાથે રાખીને જીયુવીએનએલની 25 ટીમો ત્રાટકી હતી. જેમાં 35 વીજજોડાણમાંથી 26.95 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.

મીટર બાયપાસ કરાતું 

મળતી વિગતો અનુસાર જીયુવીએનએલ દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને 25 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરીક વાયરીંગ સાથે ચેડાં કરવામાં આવતાં હતાં. સાથે જ ડીજીવીસીએલની હળવા દબાણની વીજલાઈન પર ડાયરેક્ટ જોડાણ કરી તેમજ મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ કરીને વીજ ચોરી થતી હોવાનું પકડાયું હતું. 

મોટી માછલીઓ જાળમાં

અલગ અલગ ટીમો દ્વારા કુલ 35 જેટલા વીજ જોડાણ ઘારકો પાસેથી 26.95 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.જેમાં છાપરાભાઠાના ગોવિંદ ભરવાડને 1.50 લાખ, રમેશ ભરવાડને 1.80 લાખ અને વરિયાવના યાકુબ યુસુફ પટેલને વીજ ચોરીના 1.60 લાખના બીલ આપવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો