મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતના રસ્તાઓ પર ભરાયા પાણી, નીચાણવાળા વિસ્તારમાં હાલાકી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે. સુરતમાં

ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતના રસ્તાઓ પર ભરાયા પાણી, નીચાણવાળા વિસ્તારમાં હાલાકી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે. સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે વેડ રોડ, કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનુ ચાલું થઈ ગયું છે.

રસ્તા પાણીમાં ગરકાવ

વેડરોડ અને કતારગામ વિસ્તારમાં ફલડ ગેટ બંધ થઈ ગયા છે. જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયુ છે. જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. તંત્ર દ્વારા આ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

કાર થઈ બંધ

ભારે વરસાદના પગલે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ  પડી ગઈ હતી.  જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી. બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પમ્પ પણ મૂકવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો