તાપીના સાંઢકુવા ગામની શાળાના 24 વિદ્યાર્થીઓને થવા લાગી ઊલટી, ફૂડ પોઈઝનિંગથી તંત્ર થયું દોડતું
તાપી જિલ્લાના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24થી વધુ બાળકોએ

તાપી જિલ્લાના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24થી વધુ બાળકોએ રતન જ્યોત બીજ ખાવાથી એકસાથે ઊલટીઓ થવા લાગતા શાળા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તંત્ર થયું દોડતું
સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જેઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બાળકોની સ્થિતિ હાલ સ્થિર છે. તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરી શકાય.
રતન જ્યોત ખાવાથી બીમાર થયા
શાળાના આચાર્ય સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બાળકોને જમવાનું કહ્યું ત્યારે એક વાગ્યાની આસપાસ બાળકોને અચાનક ઊલટીઓ થવા લાગી હતી. બાળકો સાથે વાત કરતા જણાવ્યું કે અમે રતન જ્યોતના બીજ ખાવાથી બીમાર પડ્યા હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.








