મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતથી વાહનચોરીને ફરાર થયેલો 21 વર્ષે ઝડપાયો, સાધુના વેશમાં રાજસ્થાનના મંદિરમાં કરતો હતો પૂજા

કાયદા માટે એવું કહેવાય છે કે, ગુનેગાર ભૂલી જાય પણ કાયદો ગુનો ભૂલો નથી. ત્યારે સુરતમાં 21 વર્

સુરતથી વાહનચોરીને ફરાર થયેલો 21 વર્ષે ઝડપાયો, સાધુના વેશમાં રાજસ્થાનના મંદિરમાં કરતો હતો પૂજા

કાયદા માટે એવું કહેવાય છે કે, ગુનેગાર ભૂલી જાય પણ કાયદો ગુનો ભૂલો નથી. ત્યારે સુરતમાં 21 વર્ષ અગાઉ વાહનચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આરોપી ગુજરાતના સીમાડા ઓળંગીને રાજસ્થાનના મંદિરમાં સાધુના વેશમા પૂજારી બની ગયો હતો. જો કે, પોલીસે 2003ના કેસના આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Video: સુરતમાં શાકમાર્કેટમાં છૂટા હાથની મારામારી, બે યુવકોએ મહિલાને માર્યો ઢોર માર

બાઈક ચોરીને નાસી ગયેલો

છેલસિંહ રામસિંહ ગૈવયાને જનરલ સ્ક્વોડે બાતમીના આધારે રાજસ્થાનમાં સિવાના ગામે રામદેવપીર મંદિર પાસે વોચ રાખી અને ચુસ્ત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.સુરતના વરાછા વિસ્તારમાં વર્ષ 2003માં આ આરોપી રહેતો હતો. તે સમયે તેણે વરાછા વિસ્તારમાંથી હિરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક ચોરી કરી હતી. આ ચોરીને અંજામ આપ્યા બાદ તે સુરતથી નાસી ગયો હતો અને રાજસ્થાનના સિવાના ગામમાં આશરો લઈ સાધુ વેશ ધારણ કરી જીવન જીવતો હતો.

મંદિરમાં પૂજારી તરિકે કામ કરતો

આરોપી રાજસ્થાનમાં રહેતા હોવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક ટીમ મોકલી અને રામદેવપીર મંદિર પાસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો. તેની ધરપકડને કારણે 21 વર્ષ જૂના ચોરીના કેસમાં આગળની કાર્યવાહી શક્ય બની છે. છેલસિંહ રામસિંહ ગૈવયા એ વર્ષ 2003માં ગુનાને અંજામ આપ્યા બાદ પોતાનું ઓળખાણ છુપાવવા સાધુવેશ ધારણ કર્યો હતો. રાજસ્થાનના નાના ગામમાં રહેતાં આ આરોપી પોતે રામદેવપીર મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હતો. તે ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની વાત છુપાવી આ વિસ્તારમાં સામાન્ય જીવન જીવતો હતો.

આ સમાચાર શેર કરો