મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી : વડીયામાં 4 નરાધમોએ 21 વર્ષીય યુવતી પર કર્યો ગેંગરેપ, 2ની ધરપકડ

Amreli News : અમરેલી જિલ્લામાં વડીયા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 4 નરાધમોએ સામુહિક દુષ્કર્મ

અમરેલી : વડીયામાં 4 નરાધમોએ 21 વર્ષીય યુવતી પર કર્યો ગેંગરેપ, 2ની ધરપકડ

Amreli News : અમરેલી જિલ્લામાં વડીયા વિસ્તારમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 4 નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં પોલીસે તમામ 4  સામે ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. 

યુવતીના શરીરે બચકા ભર્યા અને સામુહિક દુષ્કર્મ કર્યું 

અમરેલી જિલ્લામાં ગત મોડી રાતે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી 4 આરોપીઓ દ્વારા ગુન્હાહીત કાવતરું રચી સામુહિક દુષ્કર્મ આચર્યું છે. 

આરોપીઓએ આ યુવતીને   બળજબરીપૂર્વક સુવડાવી બચકા ભરી, માથાના વાળ પકડી, બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધી શરીર પર અડપલા કરી તમામ આરોપીઓએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જો આ યુવતી આરોપીઓને તાબે નહીં થાય તો મારી નાખવાની પણ  ધમકી આપી હતી. 

4 આરોપીઓ સામે નોંધાયો ગુનો, 2 આરોપીઓની ધરપકડ 

સામુહિક દુષ્કર્મની આ ઘટનામાં તમામ 4 આરોપીઓ સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય બેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં વધુ કેટલાક નામો ખુલી શકે છે.

આ સમાચાર શેર કરો