સુરતમાં યોજાશે વ્હિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ, દેશભરના 9 રાજ્યના 200થી દિવ્યાંગ ખેલાડીઓ કરશે રનનો વરસાદ
હાલ ક્રિકેટના મહાકુંભ સમાન આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરતમાં સૌથી મોટી

હાલ ક્રિકેટના મહાકુંભ સમાન આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે. ત્યારે સુરતમાં સૌથી મોટી દિવ્યાંગ વ્હિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી તારીખ 23મી માર્ચથી લઈને 25મી માર્ચ સુધી યોજાશે. તે પૂર્વ 22મી માર્ચના રોજ સાંજે 7 વાગે ઐતિહાસિક 200થી વધારે દિવ્યાંગ પ્લેયરોની હાજરીમા રેલી યોજાશે જે SVNIT ગેસ્ટ હાઉસ થી લઈને પારલે પોઇન્ટ સુધી જશે.
12 ટીમો ભાગ લેશે
આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર ભારત દેશના કુલ 9 રાજ્યો જેમાં મહારાષ્ટ્ર,ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કર્ણાટકા,દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યો ની 12 ટીમો બનાવવામાં આવી છે જેની અંદર 4 મહિલા ટીમ અને 8 પુરુષ ટીમનો સમાવેશ થયો છે.મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન રાજ્ય માંથી મેન્સ/વિમેન્સ બન્ને આવી રહી છે.
1 લાખનું ઈનામ અપાશે
માનસ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન નેમીચંદ જાંગીડ એ જણાવ્યું હતું કે વર્ષ 2020 માં જ્યારે તેઓ એક મેચ દરમિયાન આ દિવ્યાંગ લોકોની અંદર ક્રિકેટ પ્રત્યેની કટિબદ્ધતા તેમજ ટેલેન્ટ જોયું હતું. ત્યારે તેઓને આ વિચાર આવ્યો ત્યાર પછી અત્યાર સુધી ત્રણ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી આ તમામ પ્લેયરોનો ઉત્સાહ વધાર્યો છે. આવી મેચ થકી ઉદ્દેશ માત્ર આ તમામ ટેલેન્ટેડ પ્લેયરોને ઉચ્ચ કક્ષાનો સ્થાન મળે તેમજ સરકાર તરફથી દિવ્યાંગ પ્લેયરોને લગતી તમામ યોજનાઓનો લાભ મળે તે હેતુ છે. વર્ષ 2024માં ભારત અને બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ વ્હીલચેર મેચ સુરત શહેરમાં યોજાઇ હતી. ક્યારે ઇનામ સ્વરૂપ 71000 વિજેતા ટીમ ભારતને આપવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે પણ આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર જે પણ વિજેતા ટીમ હશે તેઓને 1,00,000 નો ઇનામ આપવામાં આવશે.








