સુરતમાં ઘરમાં રખાયેલો 20 કિલો ગાંજો ઝડપાયો, 2.6 લાખના મુદ્દામાલ સાથે એક દબોચાયો
સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નશાકારક પદ

સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નશાકારક પદાર્થોના વેચાણ કરનારા પર સખત કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ચોકબજાર પોલીસ દ્વારા 20.095 ગ્રામ ગાંજાનો જથ્થો એક ઘરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની સાથે કુલ 2.6 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે રેડ
પોલીસને બાતમી મળી હતી કે, વેડ રોડ વાળીનાથ ચોક પાસે તીરુપતી સોસાયટી પ્લોટ નંબર પરના પહેલા માળેના બીજા રૂમમા નશા કારક વનસ્પતિ પદાર્થ રાખવામાં આવ્યો છે. જેથી મળેલી આ હકીતતના આધારે પોલીસે એફ.એસ.એલની હાજરીમા તપાસ કરી હતી. જેમાં ઘરના રૂમમાંથી એક ઇસમના કબ્જામાથી ૨૦ કિલો ૦.૯૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેની કુલ કિમત અંદાજે ૦૨,૦૬,૪૫૦ રૂપિયા થાય છે.
ઓડિશાવાસી ઝડપાયો
આડિશાનો રહેવાસી પકડાયેલ આરોપી રોહિત ઉત્તમ પ્રધાન છે. આ આરોપી ઓડિશાથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો કે, કોઈ પાસે મંગાવ્યો હતો. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, મોટા ભાગે ઓડિશા રૂટથી ગાંજાનો જથ્થો બાય ટ્રેન આવતો હોય છે. ત્યારે આ ગાંજાનો જથ્થો તે કોને વેચતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.








