SURAT : શહેરની પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેનારા 2 શિક્ષકોને બરતરફ કરાયા
Surat News : સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર રહેનારા શિક્

Surat News : સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી છે, જે અંતર્ગત બે શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.275 અબ્બાસ તૈયબજી પ્રાથમિક શાળાના વિદ્યાસહાયક અન્સારી મો.આમીર મુસા તા.31-07-2021થી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર હતા. સમયાંતરે કારણદર્શક નોટીસ અને ચાર્જશીટ આપાવામાં આવી હતી તેમજ રૂબરૂ સુનવણી માટે તક આપવામાં આવી હતી, આમ છતાં શિક્ષિક ફરજ પર હાજર થયા નથી. તેમને ગેરહાજરીની તારીખથી એટલેકે તા.31-07-2021થીથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,સુરતની શાળા નં.190 શ્રીઈન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળાના ઉપશિક્ષક આરતીબેન દિલીપભાઇ ચૌધરી વિદેશ પ્રવાસ ગયા હતા અને તા.21-10-2022થી સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર હતાં. આથી તેમને પણ બરતરફ કરવામાં આવ્યા છે.
રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર
ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર છે.
31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર
રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.








