રાજ્યમાં આપઘાતની 2 ઘટના : જેતપુરમાં જમીન દલાલે ગળેફાંસો ખાધો, કચ્છમાં સુથારે પોતાનું ગળું કાપ્યું
અવારનવાર આપણે અંગત કારણોસર આત્મહત્યાના પ્રયાસોની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ. હજૂ થોડા દિવસ પહેલા જ એક શિક્ષકે મહેસાણાની

અવારનવાર આપણે અંગત કારણોસર આત્મહત્યાના પ્રયાસોની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ. હજૂ થોડા દિવસ પહેલા જ એક શિક્ષકે મહેસાણાની કેનાલમાં ઝંપલાવ્યું હતું, તેમજ બે દિવસ પહેલા મુંબઈમાં ધો.11માં ભણતી વિદ્યાર્થિનીએ શાળાના વોશરુમમાં ગળેફાંસો ખાધો એવામાં ફરી રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક આધેડ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો : 'હું નર્મદા કેનાલમાં પડું છું' કહી શિક્ષકની આત્મહત્યા
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં ગોવર્ધન નગર સોસાયટીમાં રહેતા આધેડે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 57 વર્ષીય મૃતક મનીષ આસરા જેતપુરના રહેવાસી હતા જમીન-મકાનની દલાલીનો વ્યવસાય કરતા હતા. તેમજ તેઓ બ્રહ્મક્ષત્રીય સમાજના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેતપુર સિટી પોલીસને માહિતી મળતા તેમણે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : MUMBAI: આરે કોલોનીમાં કોલેજના વોશરુમમાં સગીરાએ ખાધો ગળેફાંસો
કચ્છ જિલ્લાના ભુજમાંથી પણ આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં ભુજના મહાવીર નગરમાં સુથારી કામ કરતા કારીગરે આપઘાત કર્યો હતો. વાલદાસ નગરમાં રહેતા ચેતન જોટાણીયાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. મૃતક યુવકે અગમ્ય કારણોસર કટર મશીનથી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહાવીર નગરમાં ચામુંડા વુડન ફર્નિચરની દુકાનમાં આ બનાવ બન્યો હતો. જેને લઈને એ - ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.






