મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

MUMBAI: આરે કોલોનીમાં કોલેજના વોશરુમમાં સગીરાએ ખાધો ગળેફાંસો

મુંબઈની આરે કોલોનીમાંથી આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આરે કોલ

MUMBAI: આરે કોલોનીમાં કોલેજના વોશરુમમાં સગીરાએ ખાધો ગળેફાંસો

મુંબઈની આરે કોલોનીમાંથી આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આરે કોલોનીમાં આવેલી એક ઇન્ટરનેશનલ કોલેજમાં ધોરણ 11માં ભણતી સગીર છોકરીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની નોંધ લીધી હતી. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.                           

વોશરૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો

પ્રાથમિક માહિતી અનુસાર, મુંબઈના આરે કોલોનીમાં સ્થિત એક ઇન્ટરનેશનલ કોલેજમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીર છોકરીએ ગઈકાલે વોશરૂમમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, છોકરીને જાણતા લોકોએ જણાવ્યું છે કે, તે ભૂતકાળમાં પણ આવું પગલું ભરી ચૂકી છે.

કોલેજે આપ્યું નિવેદન

હાલમાં મુંબઈની આરે પોલીસે આપઘાતના આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીનીના આપઘાત અંગે કોલેજ મેનેજમેન્ટ તરફથી પણ એક નિવેદન સામે આવ્યું છે. કોલેજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 'અમે આ ઘટનાથી દુઃખી છીએ. કોલેજ સમગ્ર મામલામાં પીડિતાના પરિવારની પ્રાઈવસી જાળવવાની અપીલ કરે છે.'

આ સમાચાર શેર કરો