મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડના ગામની શાળાના 2 શિક્ષકો 4 મહિનાથી ગેરહાજર, બગડતાં અભ્યાસથી વાલીઓ ચિંતિત 

સુરત સહિત રાજ્યભરમાં શિક્ષકોના કપાત પગારે ચાલતા જલસાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યાં છે. વલસાડ તાલુકાના

વલસાડના ગામની શાળાના 2 શિક્ષકો 4 મહિનાથી ગેરહાજર, બગડતાં અભ્યાસથી વાલીઓ ચિંતિત 

સુરત સહિત રાજ્યભરમાં શિક્ષકોના કપાત પગારે ચાલતા જલસાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યાં છે. વલસાડ તાલુકાના અંદરગોટા અને ઓઝર પ્રાથમિક શાળાનું એક શિક્ષક દંપતી ઓગષ્ટ માસથી રજા પર છે. શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષણ વિભાગને સોશિયલ મીડિયામાં કપાત પગારની રજા ચિઠ્ઠી મૂકી જતા રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી છે. વાલીઓએ વિદ્યાર્થીઓની શાળાની બુક ચેક કરતા સમગ્ર મામલો ધ્યાને આવ્યો હતો. 

આ પણ વાંચોઃ નસવાડીના દુગ્ધા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી, લોભામણી લાલચમાં ગુમાવ્યા કરોડથી વધુ

વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સવાલ

ઘટનાની જાણ વાલીઓએ SMCના સભ્યો અને ગામના સરપંચને કરી હતી. ઓઝર અને અંદરગોટા ગામના સરપંચ અને અગ્રણીઓએ શિક્ષણ વિભાગમાં લેખિત જાણ કરી હતી. આ બંને.શિક્ષકોની ખાલી જગ્યાએ નવા શિક્ષકને ન મુકતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. શાળાના વાલીઓ અને SMCના સભ્યો સાથે સરપંચની બેઠક મળી હતી અને તેમાં ચાલુ શાળાએ કપાત પગાર પર રજા પર ચાલ્યા ગયેલા શિક્ષકની જગ્યાએ અન્ય શિક્ષકને ફરજ ઉપર મૂકીને બાળકોના ઉચ્ચ ભવિષ્યને અંધકારમાં જતું બચાવવા માંગ કરી હતી.

4 મહિનાથી ગેરહાજર

વલસાડ તાલુકાના અંદરગોટા ગામ ખાતે આવેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળા અને ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવ કુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. સાથે ઓઝર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરાવતા શિક્ષિકા દ્રષ્ટિ ભાર્ગવ પંડ્યા પણ છેલ્લા 4 માસથી પૂર્વ મંજૂરી મેળવ્યાં વિના રજા ઉપર ઉતરી ગયા હતા. ઘટનાની જાણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વાલીઓને કરતા તાત્કાલિમ ગામના સરપંચ તથા SMCના સભ્યોને જાણ કરાઈ હતી.

2 નોટિસ ફટકારાઈ

આ અંગે પૂછપરછ કરતા અંદરગોટા પ્રાથમિક શાળામાંથી ભાર્ગવકુમાર પંડ્યા અને ઓઝર પ્રાથમિક શાળાના​​​​​​ શિક્ષિકા દ્રષ્ટિ ભાર્ગવ પંડિયાએ વોસ્ટઅપ ઉપર શાળાને કપાત પગારે પરત આવે નહીં ત્યાં સુધી શાળામાં રજા મૂકી દીધી હતી. શિક્ષણ વિભાગ પાસેથી રજાની પૂર્વ મંજૂરી કે વિદેશ જવાની NOC મેળવ્યાં વિના રજા ઉપર ઉતરી ગયા હોવાનું બહાર આવ્યું છે. શિક્ષક દંપતીએ વોસ્ટઅપ ઉપર જાણ કરી હતી. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગને થતા શિક્ષણ જિલ્લા વિભાગે તાલુકા શિક્ષણ વિભાગને તપાસના આદેશ આપ્યા હતા. બંને શિક્ષકોને 2 વખત નોટિસ પાઠવવા છત્તા શાળામાં હજાર થયા નથી કે સક્ષમ અધિકારી સમક્ષ હાજર થઈને કોઈ જવાબ લખવ્યો નથી તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો