ST નિગમના કર્મચારીઓ આનંદો, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.
આ વધારાની જાહેરાત સાથે જ મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. જેનાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી એસ.ટી. નિગમના 30,000થી વધુ કર્મચારીઓને કુલ રૂ. 30 કરોડથી વધુનો લાભ મળશે.
સરકારના આ પગલાથી કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળશે. આ અંગેની વિગતવાર માહિતી અને અમલીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એસ.ટી. નિગમના કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.






