મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં એક જ કારે હિટ એન્ડ રનની 2 ઘટનાને આપ્યો અંજામ! 2ના મોત, પોલીસે તપાસ શરુ કરી

નવરાત્રિના બીજા દિવસે જ સવાર સવારમાં વલસાડ હાઈ વે પર બે હિટ એન્ડ રનના બ

વલસાડમાં એક જ કારે હિટ એન્ડ રનની 2 ઘટનાને આપ્યો અંજામ! 2ના મોત, પોલીસે તપાસ શરુ કરી

નવરાત્રિના બીજા દિવસે જ સવાર સવારમાં વલસાડ હાઈ વે પર બે હિટ એન્ડ રનના બનાવ સામે આવ્યાં છે. અલગ અલગ સ્થળે સર્જાયેલા બન્ને અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. રસ્તા પર ટક્કર મારીને જતાં રહેલા વાહન બાદ રોડ પર ગંભીર રીતે પટકાયેલા એક યુવકને બચાવવા રાહદારીએ સીપીઆર આપીને જીવ બચાવવાની કોશિષ કરી હતી. બાદમાં બન્ને મૃતકોના મૃતદેહમાં એક યુવકની બોડી CHC ડુંગરીમાં તો બીજી બોડી વલસાડ સિવિલમાં લવાઈ હતી.

મહિલાએ બચાવવાની કરી કોશિષ

વલસાડમાં હિટ એન્ડ રનમાં બે અલગ અલગ જગ્યાએ બે યુવકોના મોત નીપજ્યાં છે. પહેલા એક કારે ચાલકએ કુંડી ફાટક પર એક વ્યક્તિને ઉડાવી દીધો હતો. જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું. ત્યાર બાદ આ જ કાર ચાલકે સરોણ ફાટક પાસે બીજા વ્યક્તિને પણ ઉડાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

10 મિનિટ સીપીઆર આપ્યુ

સરોણ ફાટક પર એક રાહદારી મહિલાએ યુવકને 10 મિનિટ સીપીઆર આપી જીવ બચાવવાની કોશિશ કરી હતી. પણ આખરે તેનું પણ મોત થયું હતું. સુરત મુંબઇ તરફ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયા હતાં. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ હીટ એન્ડ રનમાં જે ગાડી હતી. એ XUV હોવાનું અનુમાન છે. વલસાડ ગ્રામ્ય પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો