ગુજરાતમાં 3 સ્થાનો પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત
અવારનવાર આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં કેટલાક ભયાનક અકસ્માતોએ સ્વરુપ લીધુ

અવારનવાર આપણે અકસ્માતના સમાચાર સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં કેટલાક ભયાનક અકસ્માતોએ સ્વરુપ લીધું હતું. જેમાં 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તો ઘણા લોકો આ અકસ્માતોમાં ગંભીર ઈજાને પામ્યા હતા.
ડાંગમાં સાપુતારાના વળાંક પર ટ્રક પલટ્યો
ડાંગ જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટમાં અકસ્માત સર્જાયો હતો. ઘાટ પાસેના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક આઇસર ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રમાંથી લોખંડના પાઇપ લઈને આઇસર ટ્રક ગુજરાત તરફ આવતો હતો જેમાં તીવ્ર વળાંક ઉપર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં આઇસર ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત ડ્રાયવર અને ક્લીનર ને સામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયા હતા.
ભાવનગરમાં ચાર વાહનો એકસાથે અથડાયા
તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બપાડાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં એક સાથે ચાર વાહનનો અથડાતા કેટલાક વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતક સુરેશભાઈ જીણાભાઇ રાઠોડના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વડોદરાની વેમાલી કેનાલમાં કિશોર ડૂબ્યો
વડોદરામાં વેમાલી કેનાલમાં ગઈકાલે સાંજે એક કિશોર કેનાલમાં હાથ પગ ધોવા ગયો હતો. પરંતુ કિશોરનો પગ લપસતાં તે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 12 વર્ષીય કિશોર ડૂબ્યો ત્યારથી ફાયરની ટીમ મૃતદેહને શોધવા માટે કામે લાગી છે. લોકોનો આક્ષેપ છે તે શહેરમાં ખુલ્લી કેનાલો નાગરિકોના મોતનું કારણ બની રહી છે.






