મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં આગ લાગવાની 2 ઘટના: અમરેલીમાં ટ્રક ભડકે બળ્યો, વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ

અવારનવાર આપણે ક્યાંકને ક્યાંક આગ લાગવાની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં આજે આગ લાગવાની

ગુજરાતમાં આગ લાગવાની 2 ઘટના: અમરેલીમાં ટ્રક ભડકે બળ્યો, વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ

અવારનવાર આપણે ક્યાંકને ક્યાંક આગ લાગવાની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ. એવામાં ગુજરાતમાં આજે આગ લાગવાની મોટી બે ઘટનાઓ સામે આવી છે. જેમાં એક જગ્યાએ રોડ પર ટ્રકને આગ લાગી તો બીજે ફેક્ટરીમાં, હજુ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર એકપણ સ્થાનેથી સામે આવ્યા નથી.

અમરેલીમાં રેલવે ફાટક પાસે ટ્રકમાં લાગી આગ

અમરેલી જિલ્લામાંથી રોડ પર અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી છે. અમરેલીના રાજુલા મહુવા રોડ પર રેલવે ફાટક પાસે માર્ગ ઉપર ટ્રકમાં આગ લાગી હતી. રેલવે ફાટક પાસે જ અચાનક અગમ્ય કારણોસર આગ લાગતા રોડ પર  ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે ફાયર ટીમને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહેલા રસ્તા પર પોલીસે દોડીને વાહન વ્યહાર શરૂ કરાવ્યો હતો.

આ પણ વાંચો : સુરત: સાધુઓ દ્વારા પ્રાચીન મંદિરોની મૂર્તિ ઉઠામણીના મામલે મહિલા સત્સંગ મંડળ કલેક્ટર કચેરીએ પહોંચ્યું

વડોદરામાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગે સ્વરુપ લીધું

વડોદરામાંથી એક કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસરમાં આવેલી મારુતિ કોર્પોરેશન નામની ખાનગી કંપનીમાં આગ લાગી હતી. મારુતિ કંપની સલ્ફર નામનું કેમિકલ ઉત્પાદન કરે છે. આગ લાગવાની ઘટનાને પગલે વડોદરાથી ફાયર ફાઇટરની ટીમ બોલાવવામાં આવી હતી. તેમજ મંજુસર જીઆઈડીસીના ફાયર ફાઇટરો પણ આગ બુઝાવવાને કામે લાગ્યા હતા. વિકરાળ આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

આ સમાચાર શેર કરો