મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad News: ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 2 દિવસના જામીન મંજૂર

Ahmedabad News: અમદાવાદના ચકચારી ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને લઈ મોટા સમાચાર સ

Ahmedabad News: ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના 2 દિવસના જામીન મંજૂર

Ahmedabad News: અમદાવાદના ચકચારી ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે  કાર્તિક પટેલના 2 દિવસના જામીન મંજૂર કર્યા છે. જેથી હવે આરોપી 2 દિવસ માટે જેલ મુક્ત થશે. કાર્તિક પટેલે જમીનની ડીલ માટે જામીન માંગ્યા હતા. ગ્રામ્ય કોર્ટે પોલીસ જાપ્તા સાથે 2 દિવસના જામીન મંજૂર કર્યા છે.

કાર્તિક પટેલ સહિત અન્ય લોકો વિરુદ્ધ 6070 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી

અમદાવાદ શહેરના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે જેલવાસ ભોગવતા આરોપીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેલની બહાર આવવા માટે કૌભાંડી કાર્તિક પટેલે નિયમિત જામીન અરજી કરી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સમગ્ર કેસમાં તપાસ એજન્સીએ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કાર્તિક પટેલ સહિત અન્ય લોકો વિરુદ્ધ 6070 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટ થયા બાદ નિયમિત જામીન માટે મુખ્ય આરોપી કાર્તિક પટેલે અરજી કરી હતી જેમાં કોર્ટે આરોપીને 2 દિવસના હંગામી જામીન આપ્યા છે. કાર્તિક પટેલે જમીનની ડીલ માટે જામીન માંગ્યા હતા. ગ્રામ્ય કોર્ટે પોલીસ જાપ્તા સાથે 2 દિવસના જામીન મંજૂર કર્યા છે.

ખોટા ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીને રાહત આપવા હાઇકોર્ટનો ઇનકાર

મળતી માહિતી પ્રમાણે, ખોટા ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીને રાહત આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. ડોક્ટર પ્રશાંત વજીરાણીની જામીન અરજી હાઇકોર્ટ ફગાવી હતી. તેમજ સંબંધિત કેસ સાથે સંકળાયેલ અન્ય ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા. જેમાં રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોલીયા અને રાહુલ જૈનને કોર્ટે રાહત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે તમામ ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.

આ સમાચાર શેર કરો