મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિ કાંડ મામલે આરોપી ડો. સંજય પટોળિયા અને ડાયરેક્ટર ચિરાગ રાજપુતના જામીનની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદમાં ભારે ચકચારી મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેસમાં ચાર્જશીટ દાખળ કરવામાં આવી હતી. ત્યા

ખ્યાતિ કાંડ મામલે આરોપી ડો. સંજય પટોળિયા અને ડાયરેક્ટર ચિરાગ રાજપુતના જામીનની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદમાં ભારે ચકચારી મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડના કેસમાં ચાર્જશીટ દાખળ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી ડો. સંજય પટોળિયા અને ડાયરેક્ટર ચિરાગ રાજપુતે અમદાવાદની ગ્રામ્ય અદાલતમાં તેમના જામીન અંગે અરજી દાખલ કરી હતી જેમાં આરોપીને જામીનમાં રાહત આપવા કોર્ટનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ચાર્જશીટ થયા બાદ દાખલ કરેલી આરોપીઓની રેગ્યુલર જામીન અરજી સેશન કોર્ટે ફગાવી છે. સરકાર વતી વિશેષ સરકારી વકીલ વિજય બારોટે જામીન આપવા વિરોધ કર્યો હતો.

જણાવી દઈએ કે ડોક્ટર સંજય પટોળિયા નોન એક્સિક્યુટિવ ડાયરેક્ટરના પદ પર છે જે હોસ્પિટલની રોજિંદી ગતિવિધીમાં સાંકળી શકાય નહી. તેમજ તે એક એવા સર્જન છે જેની સર્જરી PMJAY યોજના હેઠળ આવતી નથી.

આ સમાચાર શેર કરો