ભરુચમાં હવાલા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું, 30.80 લાખની રોકડ રકમ સાથે 2 આરોપીની ધરપકડ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી ભૃગુઋષિ બ્રિજ નીચેથી રીક્ષામાંથી રૂ. 30.80 લાખની રો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો પર્દાફાશ કરી ભૃગુઋષિ બ્રિજ નીચેથી રીક્ષામાંથી રૂ. 30.80 લાખની રોકડ રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
દિવાળીના તહેવારના પગલે ભરૂચ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળેલ કે, અંકલેશ્વર તરફથી એક રિક્ષા નંબર GJ 16 AT 8590માં બિનધિકૃત રીતે ભારતીય બનાવટના નાણાંનો જથ્થો લઈ ભરૂચ ભૃગુઋષિ બ્રિજ નીચેથી ટંકારીયા તરફ જવાના છે.
રિક્ષામાં રોકડની હેરાફેરી કરવામાં આવતી હતી
મળેલ બાતમીના આધારે, એલ.સી.બી. પોલીસની ટીમ ભૃગુઋષિ બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બે ઈસમો હબીબ ઈબ્રાહીમ મનસુરી તેમજ યાકુબ ઉર્ફે બાબુભાઇ ઇબ્રાહિમ ભોદુની રીક્ષામાં આવતા અટકાયત કરવામાં આવી હતી. પુછપરછ કરતા સંતોષ કારક જવાબ નહી આપતા પોલીસે રોકડા નાણાની બિનઅધિકૃત રીતે હેરાફેરી કરતા કુલ રૂપિયા 30.80 લાખની ચલણી નોટો તેમજ મોબાઇલ ફોન અને એક રિક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યા, કોને આપવાના હતા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.








