મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara News: સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવકની હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ

રાજ્યમાં અવાર નવાર પ્રેમ સંબંધને લઇને હત્યાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વડોદરા નજીક આવેલા સાંઢાસા

Vadodara News: સાંઢાસાલ ગામે 20 વર્ષીય યુવકની હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ

રાજ્યમાં અવાર નવાર પ્રેમ સંબંધને લઇને હત્યાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે વડોદરા નજીક આવેલા સાંઢાસાલ ગામે બળીયાદેવના મંદિર પાસે બાંકડા પરથી 20 વર્ષીય યુવકની લાશ મળી હતી. હત્યા કર્યા બાદ સળગાવી દીધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા કેસમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમાં એક સગીર અને કિશોરની ધરપકડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે વડોદરાના સાંઢાસાલ ગામે મંદિરના બાંકડા પર 20 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આરોપીઓએ હત્યા બાદ યુવકની લાશને સળગાવી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક જૈમીન કિરણસિંહ ગોહિલ હોવાની તેના પિતાએ ઓળખ કરી હતી.

જૈમીન બનાવની રાત્રે ગામમાં લગ્ન હોવાથી ગરબા જોવા જવાનું કહીને નિકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો અને સવારે મંદિરના બાંકડા પાસેથી તેની લાશ મળી આવી હતી.

તપાસ દરમિયાન શંકાના આધારે ચિરાગ પરમાર અને કિશોરની પૂછપરછ આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. મૃતક જૈમીનને કિશોર આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હતો જેથી તેને વાત કરવા બોલાવ્યો હતો. આ દરમિયાન બોલાચાલી તથા આરોપીએ ક્રોધે ભરાઇને જૈમીનના માથામાં ડંડો મારતા લોહી લુહાણ થઇ ગયો હતો. ત્યારબાદ તેમને પેટ્રોલ છાંટીને જૈમીનના મૃતદેહને સળગાવી દીધો હતો.

આ સમાચાર શેર કરો