મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કોઇ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ના થઇ શકે', અમિત શાહના હસ્તે 188 લોકોને મળી ભારતની નાગરિકતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. સીટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA)

'કોઇ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ના થઇ શકે', અમિત શાહના હસ્તે 188 લોકોને મળી ભારતની નાગરિકતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. સીટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત આ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. રાજકોટ, પાટણ, મોરબી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં વસતા નાગરિકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

CAA શરણાર્થીઓને ન્યાય અને અધિકાર આપવાનો કાર્યક્રમ- અમિત શાહ

188 લોકોને ભારતની નાગરિકતા આપતા સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, CAA માત્ર દેશના લાખો લોકોને નાગરિકતા આપવાનો કાર્યક્રમ નથી. CAA દેશમાં વસતા લાખો શરણાર્થીઓને ન્યાય અને અધિકાર આપવાનો કાર્યક્રમ છે.

અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 'ભૂતકાળમાં ભારત સરકાર જે કોંગ્રેસ પાર્ટી અને તેમના સાથીઓ ચલાવતા હતા તેમની તૃષ્ટિકરણ નીતિને કારણે 1947થી 2014 સુધી જે લોકો દેશની શરણમાં આવ્યા તેમને ન્યાય મળ્યો નથી. ઇન્ડિ અલાયન્સની તૃષ્ટિકરણની નીતિએ શરણાર્થીઓને ન્યાય ના આપ્યો અને ભાજપના નેતા પીએમ મોદીએ ન્યાય અપાવવાનું કામ કર્યું છે.'
 
CAA કેમ લાવવામાં આવ્યું?

અમિત શાહે CAA કેમ લાવવામાં આવ્યું તેના વિશે પણ ખુલાસો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોઇ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ના થઇ શકે. ભારતનું વિભાજન આઝાદી લેતા સમયે ધર્મના આધારે કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતનું વિભાજન ધર્મના આધારે કરવામાં આવ્યું ત્યારે રમખાણો થયા હતા. 14 ઓગસ્ટે દેશમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો. ભારતના કરોડો લોકો આ ભૂલી નથી શકતા કે હિન્દૂ, બૌદ્ધ, શિખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હતા તેમને પીડા સહન કરવી પડી હતી. અનેક પરિવારો ઉઝડી ગયા, અમે આ નથી ભૂલી શકતા.આ સાથે જ અમિત શાહે કહ્યું કે, કરોડપતિ-અબજોપતિઓએ ગાંધીધામમાં આવીને રોડ પર શાકભાજી વેચવા માટે મજબૂર થવું પડ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, વિભાજનનો નિર્ણય તો કર્યો પણ જ્યારે પરિણામ આવવા લાગ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે પાડોશી દેશમાંથી જે પણ શરણાર્થી આવશે તેમને નાગરિકતા આપવામાં આવશે. જે લોકોએ સરકાર ચલાવી તેમને પૂછવા માંગુ છું કે આ લોકોનો શું દોષ હતો?

ભાજપે 2014માં કરેલો દાવો પૂર્ણ કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 2014માં દાવો કર્યો હતો કે ભાજપને મેન્ડેટ મળ્યું તો અમે CAA લાવીશું અને 2019માં CAA લઇને આવ્યા. કરોડો હિન્દૂ, કરોડો જૈન, બૌદ્ધ અને શિખ જેમને ન્યાય મળ્યો નહતો તેમને ન્યાય અપાવવાની શરૂઆત કરવામાં આવી.

વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, 2019માં જ્યારે કાયદો પ્રસાર થયો ત્યારે બધાને ભડકાવવામાં આવ્યા કે, CAA લાગુ થશે તો મુસ્લિમોની નાગરિકતા જતી રહેશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કાયદામાં કોઇની નાગરિકતા લેવાની જોગવાઇ નથી. આ કાયદો નાગરિકતા આપવાનો કાયદો છે. 2019માં કાયદો પ્રસાર થતા 188 પરિવાર ખુશાલ જોવા મળ્યા છે.

આ સમાચાર શેર કરો