મુન્દ્રા: સ્ટીલ કંપનીમાં 25 ફૂટ ઉપરથી 18 કામદારો નીચે પટકાયા, એક કર્મચારીનું મોત અન્ય ગંભીર ઈજાગ્રસ્ત
કચ્છના મુન્દ્નામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મુન્દ્રાના વડાલા નજીક આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી

કચ્છના મુન્દ્નામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મુન્દ્રાના વડાલા નજીક આવેલી નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે નીલકંઠ સ્ટીલ કંપનીમા કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ચેનલ તુટી જતા તમામ કામદારો નીચે પટકાયા હતા.
૨૫ ફુટ ઉપરથી કામદારો નીચે પટકાયા
કામદારો જે જગ્યાએથી નીચે પટકાયા તે ચેનલ ૨૫ ફુટ ઉપર હતી. 18 કામદારો ચેનલ પર કામ કરી રહ્યા હતા. તમામને ગંભીર ઈજાઓ સર્જાતા ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા મરીન પોલીસ કંપનીમાં પહોંચીને તપાસ શરૂ કરી હતી.
અન્ય કેટલાક કામદારોની સ્થિતિ અત્યંત ગંભીર
સાથે સાથે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ ઘટનામાં કેટલાક કામદારોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ-આદિપુરની અલગ અલગ ત્રણ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.






