મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ દુષ્કર્મ મામલો: નરાધમ આચાર્ય સામે 1700 પાનાની ચાર્જશીટ 12 દિવસમાં તૈયાર, દાદાની સરકાર એક્શનમાં

દાહોદમાં માસુમ દીકરી સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં પોલીસે ચાર્જશીટ ૧૨ દિવ

દાહોદ દુષ્કર્મ મામલો: નરાધમ આચાર્ય સામે 1700 પાનાની ચાર્જશીટ 12 દિવસમાં તૈયાર, દાદાની સરકાર એક્શનમાં

દાહોદમાં માસુમ દીકરી સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં પોલીસે ચાર્જશીટ ૧૨ દિવસમાં દાખલ કરી છે. કુલ ૧૭૦૦ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને ૧૫૦ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગ પણ ઉઠી છે.

૧૭૦૦ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી 

મળતા અહેવાલ પ્રમાણે  ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysisનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષ બાબત એ છે કે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષા મળી આવે ત્યારે DNA પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું DNA આ કોષો સાથે મેળ ખાય છે.

ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા

DNA આ કોષો સાથે મેળ થઈ જાય તો તે વ્યક્તિની ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ ટેકનોલોજી દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.

આ સમાચાર શેર કરો