મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાર્ટ એટેક નહીં હત્યા: રાજકોટના નવાગામના ગોડાઉનમાં 17 વર્ષીય કિશોરના મોતનું રહસ્ય ખુલ્યું

રાજકોટ શહેરમાં એક મેના રોજ 17 વર્ષીય યુવાનનું અકસ્માતે મોત મામલામાં મોટો ખુલાસો થયો છે,

હાર્ટ એટેક નહીં હત્યા: રાજકોટના નવાગામના ગોડાઉનમાં 17 વર્ષીય કિશોરના મોતનું રહસ્ય ખુલ્યું

રાજકોટ શહેરમાં એક મેના રોજ 17 વર્ષીય યુવાનનું અકસ્માતે મોત મામલામાં મોટો ખુલાસો થયો છે, એક મેના રોજ નવાગામના એક ગોડાઉનમાં17 વર્ષીય યુવકનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત હાર્ટ એટેકથી થયું હોવાનું ખૂલ્યું હતું.

ગોડાઉનમાં રહેલા એક શખ્સે માથામાં ઇજા પહોંચાડીને તુરંત જ યુવક ઢળી પડ્યો

જો કે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. મોત હાર્ટ એટેકથી નહિ પરંતુ માથામાં બોથડ પદાર્થ ઝીંકવાથી થયું હોવાનુ સામે આવ્યું છે. ગોડાઉનમાં રહેલા એક શખ્સે માથામાં ઇજા પહોંચાડીને તુરંત જ યુવક ઢળી પડ્યો હતો.

અકસ્માતે મોતનો મામલો હત્યામાં પલટાયો છે. મૃતક યુવકના પરિવારજનોએ ગત ૩ જુલાઇના રોજ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે.

આ સમાચાર શેર કરો