મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના હળવદના ઢવાણા ગામે 17 લોકો ટ્રેક્ટર સાથે તણાયા, નવ લોકોનો આબાદ બચાવ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબીના

VIDEO: મોરબીના હળવદના ઢવાણા ગામે 17 લોકો  ટ્રેક્ટર સાથે તણાયા, નવ લોકોનો આબાદ બચાવ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  મોરબીના હળવદ તાલુકામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત રાત્રે ટ્રેક્ટર તણાયું હતું. 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે 9 લોકોનો આબાદ બચાવ થયો હતો.

 9 લોકોનો આબાદ બચાવ થયો

અન્ય લોકોની શોધખોળ સરકારી તંત્રે શરૂ કરી

જ્યારે અન્ય લોકોની શોધખોળ સરકારી તંત્રે શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા કલેકટર,હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય,મોરબી જિલ્લા પોલીસ વડા, SDRFની ટીમ, NDRFની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી. NDRFની ટીમ અને ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્રેક્ટરમાં સવાર લોકો કોણ હતા, ક્યાં જઈ રહ્યા હતા, તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

કોઝ વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું

મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી ઝવેરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને પગલે હળવદ તાલુકાના  ગામે એક કોઝ વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. પાણીના ભારે વહેણને લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયું હતું

આ સમાચાર શેર કરો