ગુજરાતમાં 17 નવા તાલુકા બન્યા; બનાસકાંઠામાંથી સૌથી વધુ 4 નવા તાલુકાને મંજૂરી;સૌરાષ્ટ્ર-કચ્છને અન્યાય
ગુજરાતમાં 17 નવા તાલુકાઓ બન્યા છે. રાજ્યમાં નવા તાલુકા સાથે કૂલ તાલુકાઓની સંખ્યા 265 થશે. બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ 4

ગુજરાતમાં 17 નવા તાલુકાઓ બન્યા છે. રાજ્યમાં નવા તાલુકા સાથે કૂલ તાલુકાઓની સંખ્યા 265 થશે. બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ 4 તાલુકા બનશે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક પણ નવો તાલુકો નહીં બને.
ક્યા જિલ્લામાં કેટલા તાલુકા
નર્મદા, વલસાડ, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર,ખેડા, અરવલ્લી, તાપી, સુરત જિલ્લામાંથી અલગ તાલુકા બનશે.
તાલુકા વિભાજન
મહિસાગરમાંથી ગોધર નવો તાલુકો બનશે.
પંચમહાલમાંથી કોઠંબા અલગ તાલુકો બનશે.
નર્મદા જિલ્લામાંથી ચીકદા નવો તાલુકો બનશે.
વલસાડમાંથી નાનાપોંઢા તાલુકો બનશે.
બનાસકાંઠામાંથી રાહ, ધરણધીર,ઓગડ,હડાદ નવો તાલુકો બનશે.
દાહોદમાંથી ગોવિંદ ગુરુ લીમડી, સુખસર નવો તાલુકો બનશે.
છોટાઉદેપુરમાંથી કદવાલ તાલુકો બનશે.
ખેડામાંથી ફાગવેલ નવો તાલુકો બનશે.
અરવલ્લીમાંથી શામળાજી નવો તાલુકો બનશે.તાપીમાંથી ઉકાઇ નવો તાલુકો બનશે.
સુરતમાંથી અરેઠ અને અંબિકા નવા તાલુકા બનશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી ઉદાત્ત અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટ બેઠકમાં નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં 17 નવા તાલુકા બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ નવા તાલુકાઓ અસ્તિત્ત્વમાં આવશે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઇ શકે છે.








