દિવાળીની પાર્ટીના રંગમા પડ્યો ભંગ, લક્ઝુરિયસ કાર લઈને ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણવા ગયેલા 17 નબીરા ઝડપાયા
સુરતમાં દિવાળીની રજાઓ શરૂ થતાની સાથે જ પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આવ

સુરતમાં દિવાળીની રજાઓ શરૂ થતાની સાથે જ પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આવી જ એક નબીરાઓની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. જેમાં રાજાપાઠમાં રહેલા 17 જેટલા નબીરાઓને ઝડપી લાવવામાં આવ્યા હતાં. પકડાયેલા આરોપીઓ લક્ઝુરિયસ કાર લઈને ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ગયા હતાં. પોલીસ સ્ટેશનમાં કેમેરાની સામે નબીરાઓ પોતાના ચહેરા ન દેખાય તે માટે છુપાવતા નજરે પડી રહ્યાં હતાં.
મહેફિલમાં ભંગ પડ્યો
પાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા દાંડી રોડ પર સ્થિત ભરવાડ વાસની પાસે આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી. જેની બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હોય તેમ ભાગવાનો પ્રયત્ન કરે તે અગાઉ 17 નબીરાઓને ઝડપી લીધા હતાં. જેમાંથી 16 જેટલા નબીરાઓ રાજાપાઠમાં હોવાનું સામે આવ્યું હતું.
16 પીધેલી હાલતમાં હતા
આરોપીઓ મહેફિલ માણવા માટે પોતાની લક્ઝુરિયસ કાર લઈને ફાર્મ હાઉસ ખાતે ગયા હતાં. હાલ પોલીસે મુદ્દામાલ સહિત નબીરાઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી 16 નબીરા પીધેલી હાલતમાં મળ્યા હતાં. તમામ નબીરાઓ મોટા ઘરના હોવાથી પોલીસ સ્ટેશનમાં પોતાના ચહેરા છુપાવવા કોઈ હાથ રૂમાલને ચહેરા પર બાંધીને ઉભા રહ્યા હતા તો કોઈ પોતાના ચહેરા નીચે ઝૂકાવીને ઉભેલી હાલતમાં મળ્યા હતાં.
આરોપીઓના નામ
સુધીર ચંપક
અનિલ કેદારનાથ રાય
મનિષ સોની
દીપક છાપરા
સ્મીત પાટીલ
નીખલ વાંભરે
હેતલ દેસાઈ
અનિલ પટેલ
ઉમેશ પટેલ
યશ ટેલર
અમોલ સુખદેવ વાહકાર
મયંક કહાર
નિલેશ દુબે
માધવ સુરતી
મયુરેશ સોનવણે
દીપક સપકાળે
સિધ્ધાર્થ ચોપડા








