મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar/ ઉત્તરાયણના દિવસે દોરીથી વાંગવાની 17 ઘટનાઓ, 7 વર્ષનું બાળક પણ ઇજાગ્રસ્ત

17 incidents of throat cutting with rope on Uttarayan day, 7-year-old child | ઉત્તરાયણનો તહેવાર સુરેન્દ્રનગર માટે ઘાતક સાબિત થયો છે. શહેરમાં પતંગની કાતિલ દોર

Surendranagar/ ઉત્તરાયણના દિવસે દોરીથી વાંગવાની 17 ઘટનાઓ, 7 વર્ષનું બાળક પણ ઇજાગ્રસ્ત

ઉત્તરાયણનો તહેવાર સુરેન્દ્રનગર માટે ઘાતક સાબિત થયો છે. શહેરમાં પતંગની કાતિલ દોરીને કારણે ગળા અને શરીરના ભાગે ઇજા થવાની કુલ 17 ઘટનાઓ સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ગંભીર ઇજાઓ: રોડ પરથી પસાર થતી વખતે અચાનક પતંગનો દોરો ગળામાં ભરાઈ જવાથીએક સાથે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાળક પણ ભોગ બન્યું: ઇજાગ્રસ્તોમાં એક 7 વર્ષનું માસૂમ બાળક પણ સામેલ છે. તેને મોઢા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા5 ટાંકા લેવા પડ્યા છે.

તાત્કાલિક સારવાર: અન્ય 4 ઇસમોને પણ ગળા અને મોઢાના ભાગે ઊંડા ઘા વાગ્યા હોવાથી ટાંકા લઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો