Surendranagar: પ્લોટમાં બાવળ નાખવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, પથ્થરમારામાં 5થી વધુ ઘાયલ
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક હિંસક જૂથ અથ
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક હિંસક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર પ્લોટમાં બાવળ નાખવા જેવી સામાન્ય બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ઉગ્ર પથ્થરમારો થતાં 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તહેવાર સમયે જાહેર માર્ગો પર આ પ્રકારે થતી હિંસાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




