મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: સાયલામાં બે સરકારી વિભાગો આમને-સામને, ખનીજ વિભાગની શંકાસ્પદ ભૂમિકા પર મામલતદારે ઉઠાવ્યા સવાલ

સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં કોલસાના 32 ગેરકાયદે કુવા ઝડપાયા બાદ બે સરકારી

તસવીર: GSTV

સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં કોલસાના 32 ગેરકાયદે કુવા ઝડપાયા બાદ બે સરકારી વિભાગો આમને સામને આવ્યા છે. સાયલા મામલતદારે દરોડા પાડ્યા ત્યારે કુવા બંધ હાલતમાં  હોવાનું સુરેન્દ્રનગરના ભૂસ્તરશાસ્ત્રીનું કહેવું છે. જ્યારે મામલતદારનો દાવો છે કે જો કુવા બંધ હતા તો સ્થળ પરથી મુદ્દામાલ કેવી રીતે ઝડપાયો. આ મામલે ખનીજ વિભાગ કાર્યવાહીથી હાથ ઉંચા કરી રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. સરકારના બે વિભાગોની ખેંચતાણ વચ્ચે ખનીજ માફિયાઓને છૂટો દોર મળતો હોવાની ચર્ચા છે. સર્વે નંબર 845 પર 32 કુવા મળી આવ્યા હતા અને 28 બેકેટ, મોટર, કેસીંગ સૂંઢ અને કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ જપ્ત થયો હતો. ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે કે નહીં તે સવાલ ઊભો થયો છે.

આ સમાચાર શેર કરો