શરમજનક: અરવલ્લીમાં 16 વર્ષના કિશોરે 10 વર્ષની માસૂમનું કર્યું અપહરણ, ધમકી આપી વાંરવાર આચર્યું દુષ્કર્મ
સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના ગુજરાતના અરવલ્લીમાં સર્જાઈ છે. અરવલ્લીના ધનસુરા

સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના ગુજરાતના અરવલ્લીમાં સર્જાઈ છે. અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની બાળકીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. અને સોશિયલ મીડીયા મારફતે તાલુકાના 16 વર્ષના સગીર સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. 16 વર્ષના સગીરે બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.
16 વર્ષના કિશોરે અન્ય બાળકીઓની મદદથી માસૂમનું કર્યું અપહરણ
નોંધનીય છે કે કિશોરે અન્ય કિશોરીઓની મદદથી 10 વર્ષની માસૂમનું અપહરણ કર્યું હતું, અને કિશોર સગીરાને પોતાના ગામમાં લઈ ગયો હતો. ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવી પરિવારની ધોરણ-5માં ભણતી માસૂમે તેના વાલીના ફોનમાં ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું હતું.
આ પણ વાંચો: અંજાર: ભીમાસર પાસે ટ્રેનની નીચે પતિની નજર સામે જ પત્ની અને બે પુત્ર કપાયા, ક્ષતવિક્ષત સ્થિતિમાં મૃતદેહ મળ્યા
બાળકી 16 વર્ષના કિશોરના પ્રેમમાં પડી ગઈ
બાળકી 16 વર્ષના કિશોરના પ્રેમમાં પડી ગઈ હતી. 31મી ડિસેમ્બરના રોજ બાળકીનું અપહરણ થતાં માતા-પિતાે શોધખોળ આદરી હતી, પરંતુ બાળકી ન મળતા તેના માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે અપહ્યત બાળકીને છોડાવી
આ ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ આદરી હતી. પોલીસે સગીરાને 2 જાન્યુઆરીના રોજ બાજુના ગામમાંથી શોધી નાખી હતી. બાળકીને બે દિવસથી ઘરમાં ગોંધી રાખી હોવાનું સામે આવ્યું અને મેડિકલ તપાસમાં દુષ્કર્મ પણ થયાનો રિપોર્ટ આવ્યો હતો. દુષ્કર્મ આચરનાર કિશોરને ઝડપીને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.






