મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ACB રાજકોટ TP વિભાગના વધુ 15 કર્મચારીઓ ભરાયા, ભ્રષ્ટાચારના નાણાં મળ્યા હોવાનો આરોપ

રાજકોટ TRP ગેમઝોનના આગકાંડના આરોપી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી 10 કરોડથી વધારેની અપ્રમાણસર

ACB રાજકોટ TP વિભાગના વધુ 15 કર્મચારીઓ ભરાયા, ભ્રષ્ટાચારના નાણાં મળ્યા હોવાનો આરોપ

રાજકોટ TRP ગેમઝોનના આગકાંડના આરોપી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી 10 કરોડથી વધારેની અપ્રમાણસર મિલકતો મળી આવવાના મામલે એસીબીએ તપાસ શરૂ કરી છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના 15થી વધુ કર્મચારીની સાઠગાંઠ હોવાની કડી મળી છે.જેના આધારે ગૃહ વિભાગ દ્વારા એસીબીના વડાને વિશેષ ટીમ બનાવીને શંકાના ઘેરાવામાં રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરીને તપાસ શરૂ કરવા આદેશ આપ્યો છે.

શંકાના ઘેરાવામાં રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરીને તપાસ શરૂ કરવા આદેશ 

જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના TRP ગેમઝોનના મુખ્ય આરોપીઓ પૈકી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાયા બાદ ACBને ચોક્કસ માહિતી મળી છે કે મનસુખ સાગઠિયા તેના વિભાગના જ કેટલાક કર્મચારીઓ અને ખાનગી  વહીવટદારોની મદદથી સમગ્ર કૌભાંડ આચરતો હતો. જેથી મનસુખ સાગઠિયા સાથે અન્ય સ્ટાફને પણ ભ્રષ્ટ્રાચારના નાણાં મોટા પ્રમાણમાં મળતા હતા.

15થી વધુ કર્મચારીઓની મિલકતોની તપાસ કરવા માટે સુચના

ACBને સાગઠિયા સાથે સંકળાયેલા કેટલાંક કર્મચારીઓની માહિતી પણ મળી છે. જે સંદર્ભમાં  ગૃહવિભાગે એસીબીના વડાને રાજકોટ ટાઉન પ્લાનીંગ વિભાગ સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની મિલકતોની તપાસ કરવા માટે સુચના આપી છે. આ માટેની કાર્યવાહી કરવા માટે ડેપ્યુટી ડાયરેક્ટરના સુપરવિઝનમાં તપાસ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો