મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચાંદીપુરા વાયરસ: ગુજરાતમાં સંક્રમતિ 15 બાળકોના મોત, કુલ 29 શંકાસ્પદ કેસો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને

ચાંદીપુરા વાયરસ: ગુજરાતમાં સંક્રમતિ 15 બાળકોના મોત, કુલ 29 શંકાસ્પદ કેસો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. 15 મૃતકોમાંથી 14 ગુજરાતના છે, એક દર્દી રાજસ્થાનના ઉદયપુરનું છે. અમદાવાદની અસારવા સિવિલમાં હાલ ચાંદીપુરાથી સંક્રમિત ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 બાળ દર્દીઓમાંથી બે દર્દીની હાલત સ્થિર

સારવાર લઈ રહેલા આ બાળ દર્દીઓમાંથી બે દર્દીની હાલત સ્થિર છે, જ્યારે એક દર્દીનું સ્વાસ્થ્ય સામાન્ય હતું, તેને ડિસ્ચાર્જ અંગે ઈન્સ્ટ મેડિકલ એડવાઈઝ અપાઈ છે. સારવાર લઈ રહેલા બાળકોમાં ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના બાળકોનો સમાવેશ થાય છે.

જિલ્લા શંકાસ્પદકેસ કન્ફોર્મકેસ મૃત્યું
સાબરકાંઠા 4 0 2
અરવલ્લી 4 1 3
મહિસાગર 1 0 1
મહેસાણા 2 0 1
રાજકોટ  2 0 2
સુરેન્દ્રનગર 1 0 1
અમદાવાદ 2 0 1
ગાંધીનગર 1 0 0
પંચમહાલ 2 0 0
જામનગર 2 0 0
મોરબી 3 0 2
ગાંધીનગર શહેર 1 0 1
ખેડા 1 0 0
કુલ 26 1 1

અમદાવાદની સિવિલમાં મહેસાણાના એક વર્ષના અને દહેગામના 7 વર્ષના બાળકનું મોત થયું હતું. સિવિલમાં સારવાર લઈ રહેલા બાળકોના સેમપ્લ પૂણે ખાતે મોકલવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામના એક વર્ષના બાળકની તબિયત લથડતાં તેને વડનગર સિવિલમાં લવાયું હતું, જ્યાં તેને વેન્ટિલેટર સાથે આઈસીયુની જરૂર હેવાથી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે રીફર કરાયું હતું, પરંતુ મંગળવાર રાત્રે 12ને પાંચ મિનિટે આ એક વર્ષના બાળકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 

ચાંદીપુરના લક્ષણો શું હોય છે...

• બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું.

સેન્ડ ફલાયથી થતાં રોગથી બચવા શું કરવું...

• ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો-તિરાડને પુરાવી દેવી જોઈએ.

• ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી.

• ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા.

• બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહારના આંગણા-ધૂળમાં રમવા દેવા નહીં.

મૃતક બાળકીના ઘરની આસપાસ 19 સેન્ડ ફ્લાય માખી મળી

ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના મોત બાદ તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મૃતક બાળકીના ઘરની આસપાસના મકાનોમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફુલાય નામની 19 માખીઓ મળી આવી છે. જ્યારે મૃતક બાળકીના ઘરમાંથી ચાર સેન્ડ ફુલાયુ માખીઓ મળી આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સેન્ડ ફુલાય માખીઓ મળી આવેલા મકાનોમાં તિરાડો પુરવા તેમજ દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરી છે.

કુલ 10 હજારથી વધુ ઘરોમાં સ્ક્રિનિંગ કરાયું

ચાંદીપુરા વાયરસ વકરે નહીં માટે આરોગ્ય વિભાગ દ્વારા સિસ્ક્રનિંગ વધારી દેવામાં આવ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા 10,181 ઘરોમાં કુલ 51,724 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કુલ 3,567 કાચા મળેલ ઘરોમાંથી કુલે 3,741 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે.

આ સમાચાર શેર કરો