મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: 142 સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી, ડિજિટલ ઈન્ડિયાના નારાનો ફિયાસ્કો

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિજિટલ ઇન્ડિયાના નારાનો ફિયાસ્કો સામે આવ્યો છે. એક તરફ સરકાર ડિજિટલ ક્રાંત

સુરેન્દ્રનગર: 142 સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી, ડિજિટલ ઈન્ડિયાના નારાનો ફિયાસ્કો

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિજિટલ ઇન્ડિયાના નારાનો ફિયાસ્કો સામે આવ્યો છે. એક તરફ સરકાર ડિજિટલ ક્રાંતિની વાતો કરે છે, તો બીજી તરફ જિલ્લાની 142 સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા જ ઉપલબ્ધ નથી. આ વાતની પુષ્ટિ ખુદ સરકારે વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કરી છે. 

જિલ્લાની 638 શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળાઓ નથી

આ ઉપરાંત, જિલ્લાની 638 શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળાઓ નથી, અને લર્નિંગ બાય ડૂઇંગ કીટ પણ નથી, જેનાથી વિદ્યાર્થીઓ પ્રાયોગિક શિક્ષણથી વંચિત રહે છે.

મૂળભૂત સુવિધાઓના અભાવ

સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આવી મૂળભૂત સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને આધુનિક શિક્ષણથી દૂર રહે છે. આ સ્થિતિએ સુરેન્દ્રનગરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.

આ સમાચાર શેર કરો