સુરત/ 'જો કોઇને કહ્યું તો મારી નાખીશ', પિતાએ જ 14 વર્ષની દિકરી પર આચર્યું દુષ્કર્મ
રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતમાં પિતા-પુત્રીના સંબધને જ શર્મસાર કરતો કિ

રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતમાં પિતા-પુત્રીના સંબધને જ શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં પિતાએ જ પોતાની 14 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. માતા બહાર ગઈ હતી અને પિતાની નજર પુત્રી પર બગડી હતી.
પિતાએ જ પોતાની 14 વર્ષની દિકરી પર નજર બગાડી
એકલતાનો લાભ લઈને પોતાની દિકરી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ દિકરીને ધમકી આપી જો કોઈને વાત કરી છે તો તને જાનથી મારી નાખીશ. માસુમ સગીરા ડરી ગઈ હતી.
માતા આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગઈ
જો કે હિંમત કરીને સમગ્ર આપવીતી માતાને કહી હતી, માતા આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગઈ હતી. મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી હતી. ડીંડોલી પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા નરાધમ બાપની દુષ્કર્મ અને પોક્સો સાહિતની કલમ હેઠળ ધરપકડ કરી છે.






