અમદાવાદ: વટવામાંથી 14 કિલો ગાંજો ઝડપાયો, પોલીસે મહિલા આરોપીની કરી ધરપકડ
ગુજરાતનું અમદાવાદ શહેર હવે સ્માર્ટસિટીમાંથી ક્રાઇમ સિટીનો પર્યાય બની ગયું છે.તમામ પ્રકારના ગુનાઓમાં અમદાવાદ શહેર મોખરે

ગુજરાતનું અમદાવાદ શહેર હવે સ્માર્ટસિટીમાંથી ક્રાઇમ સિટીનો પર્યાય બની ગયું છે.તમામ પ્રકારના ગુનાઓમાં અમદાવાદ શહેર મોખરે જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાંથી આ પહેલા પણ ઘણી વખત પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ક
14 કિલો 450 ગ્રામનો ગાંજો ઝડપાયો
શહેરના વટવા ગરીબ આવાસ યોજનાના મકાનમાંથી ગાંજો ઝડપાયો.એસઓજી ક્રાઇમે આશરે દોઢ લાખની કિંમતનો 14 કિલો 450 ગ્રામ જેટલા ગાંજા સાથે શબનમબાનું શેખ નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસેથી ગાંજો મંગાવનાર આરોપીઓ અબ્દુલ માજીદ મલેક તેમજ કાયનાત સૈયદ ફરાર છે.
સુરતનો આરોપી ફરાર
ગાંજાનો જથ્થો પુરો પાડનાર સુરતનો અશ્વિનીકુમાર પણ ફરાર છે. આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






