મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં દિવાળી અગાઉ ચાલતી નબીરાઓની રેવ પાર્ટી પર રેડ, વિદેશી ગર્લ્સ સહિત 14 ઝડપાયા

સુરતમાં સ્પા, હોટલ અને ફાર્મ હાઉસમાં પોલીસની ભીંસ વધી રહી છે. જેને પગલે દેહવ્યાપાર

સુરતમાં દિવાળી અગાઉ ચાલતી નબીરાઓની રેવ પાર્ટી પર રેડ, વિદેશી ગર્લ્સ સહિત 14 ઝડપાયા

સુરતમાં સ્પા, હોટલ અને ફાર્મ હાઉસમાં પોલીસની ભીંસ વધી રહી છે. જેને પગલે દેહવ્યાપાર અને નશાની પાર્ટીઓ માટે નબીરાઓ સ્થાનિક વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મગદલ્લા વિસ્તારમાં આવેલા એક ઘરમાં દિવાળી અગાઉ શરાબ, શબાબ અને ડ્રગ્સ-ગાંજાની પાર્ટી ચાલતી હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં વિદેશી ગર્લ્સ સહિત નબીરાઓ ઝડપાઈ ગયા હતાં. 

14ને મેડિકલ માટે સિવિલ લવાયા

મગદલ્લા વિસ્તારમાં ચાલતી રેવ પાર્ટીમાં રેડ કરાઈ હતી. જેમાં થાઈ ગર્લ સહિત 14 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ, ગાંજો અને દારૂની પાર્ટી ચાલતી હતી. ચાલુ પાર્ટીમાં જ બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે લાવવામાં આવ્યા છે.

હાથ રૂમાલથી ચહેરા છુપાવ્યા

મગદલ્લા ગામ વિસ્તારમાં આવેલા એક ઘરમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બાતમી આધારે આ રેડ પાડવામાં આવતા ડ્રગ્સ, ગાંજો અને દારૂ સાથે ચાલતી પાર્ટી પકડી પાડવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનોને પકડી પાડવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે તમામને લાવવામાં આવતાં ગર્લ્સે ચહેરા છુપાવવા માટે દુપટ્ટાનો ઉપયોગ કર્યો હતો. જ્યારે યુવકોએ સિવિલ હોસ્પિટલમાં આવીને ચહેરા છુપાવવા માટે હાથ રૂમાલ મોં પર બાંધ્યો હતો.

ડ્રગ્સ-ગાંજો મળ્યો

 આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઈમને ડ્રગ્સની બાતમી મળી હતી. જે આધારે રેડ પાડવામાં આવતા ચાલતી પાર્ટી પણ મળી આવી હતી. હાલા મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો