વિદ્યા સહાયકો માટે સરકારની જાહેરાત: પ્રાથમિક શાળાઓમાં 13,800 શિક્ષકોની કરાશે ભરતી
સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ અંગેની જ

સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ અંગેની જાણકારી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરીને આપી છે.
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8 અને અન્ય માધ્યમના કુલ મળીને 13800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ માટે સત્તાવાર નોટિફિકેશન 1 નવેમ્બર 2024ના જાહેર થશે.
આ સિવાય વધુમાં કહ્યું કે, શિક્ષકોની ભરતી સિવાય જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન પણ આગામી સમયમાં કરવામાં આવશે.






