જામનગર: જીજી હોસ્પિટલમાં શ્વાન કરડવાના 9 મહિનામાં 13,340 કેસ નોંધાયા, શ્વાનનું ખસીકરણ બંધ થવાથી કેસો વધ્યા?
જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાન કરડવાના 9 મહિનામાં 13,340 કેસ નોંધાયા હતા. આ નવ મહિના દરમિયાન જામનગર શહ

જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાન કરડવાના 9 મહિનામાં 13,340 કેસ નોંધાયા હતા. આ નવ મહિના દરમિયાન જામનગર શહેરના 8,391 લોકો પર અને ગ્રામ્ય વિસ્તારોમાં 4,949 લોકોને શ્વાને બટકાં ભર્યા હતા.
શ્વાનનો ત્રાસ વધતા તંત્ર પર લોકોનો રોષ ફૂટી નીકળ્યો
શ્વાનનો ત્રાસ વધતા તંત્ર પર લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે. જામનગરમાં જાન્યુઆરીમાં 1,035- ફેબ્રુઆરીમાં 1,002- માર્ચમાં 1,115- એપ્રિલમાં 937- મે મહિનામાં 1,041- જૂનમાં 911- જૂલાઈમાં 797- ઓગસ્ટમાં 728 અને સપ્ટેમ્બરમાં 825 લોકોને શ્વાન કરડ્યા હતા. શ્વાનના ભયાનક ત્રાસને કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ડરનો માહોલ પેદા થયો છે.
રસીકરણની આ દિશામાં કામ થાય તેવી અપેક્ષા- સ્થાનિકો
મહાનગરપાલિકાએ જેમ બને તેમ રસીકરણની દિશામાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરે તેવું શહેરવાસીઓ ઈચ્છી રહ્યા છે અને ગ્રામ્ય કક્ષાએ પણ આ સમસ્યાના ઉકેલ માટે સત્તાવાળાઓએ ઘટતું કરવું જોઈએ એવી લોકલાગણી છે.






