મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમા મેઘ કહેરથી 132 રસ્તા બંધ, કીમ નદી ઓવરફ્લો થતા ધસમસતા પાણીમાથી 39 લોકોનુ રેસ્ક્યૂ કરાયા

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં અનારાધાર વરસી રહેલા વરસાદને પરિણામે અન

સુરતમા મેઘ કહેરથી 132 રસ્તા બંધ, કીમ નદી ઓવરફ્લો થતા ધસમસતા પાણીમાથી 39 લોકોનુ રેસ્ક્યૂ કરાયા

છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર સુરત જિલ્લામાં અનારાધાર વરસી રહેલા વરસાદને પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂર પડયે બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના કુલ 132 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો ધસમસતા પાણીમાથી એસડીઆરએફની ટીમે પશુઓ અને લોકોને સલામત રીતે ઉગાર્યા હતા.

કીમ નદી બની ગાંડીતૂર

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરોમાં ભરાય જતા સ્થાનિક તંત્ર દ્વારા તત્કાલ એસ.ડી.આરફએફની જાણ કરવામાં આવી હતી. જેથી SDRFની બચાવ ટીમ આવીને સીમોદ્રા ગામેથી ૨૦ પુરુષ, ૧૯ સ્ત્રી કુલ મળી ૩૯ લોકો તથા અન્ય પશુઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

132 રસ્તા બંધ

સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ગામ-ગામને જોડતા ૧૩૨ જેટલા રસ્તાઓ ઓવરટોપીંગના કારણે તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. જેમાં સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં ઉમરપાડા તાલુકાના ૧૨, માંગરોળના ૨૭, માંડવીના ૨૧, મહુવાના ૫, બારડોલીના ૨૯, પલસાણાના ૧૬, ચોર્યાસીના ૪, ઓલપાડ ૧૫ અને કામરેજ ૩ રસ્તા સહિત ૧૩૨ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો