મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી નિધન, પાણી પીધા બાદ અચાનક ઢળી પડ્યો

રાજકોટમાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. 13 વર્ષીય વિદ્યાર્થી મેળામાં મજા

રાજકોટમાં 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી નિધન, પાણી પીધા બાદ અચાનક ઢળી પડ્યો

રાજકોટમાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. 13 વર્ષીય વિદ્યાર્થી મેળામાં મજા માણવા ગયો હતો તે બાદ પાણી પીધા બાદ અચાનક જ બેભાન થઇ ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું નિધન થયું છે.

રાજકોટમાં નાની વયે હાર્ટ એટેકથી કિશોરનું નિધન

રાજકોટમાં ધોરણ 7માં અભ્યાસ કરતા 13 વર્ષીય ભાવેશ બાંભવાનું મોત થયું છે. રૈયાધાર વિસ્તારમાં રહેતો ભાવેશ હનુમાન મઢી પાસે આવેલી શાળામાં અભ્યાસ કરતો હતો. અટલ સરોવર ખાતે યોજાતા મેળામાં તે મજા માણવા ગયો હતો. 

આ દરમિયાન પાણી પીધા બાદ અચાનક જ તે બેભાન થઇને ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પર હાજર તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો. 

આ સમાચાર શેર કરો