મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ 

ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓ માટે કહેવાયું છે કે, યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દે

Surat News: અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ 

ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓ માટે કહેવાયું છે કે, યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા...એટલે કે, બહેન દીકરીઓનું જ્યાં પૂજન(ખુશ) કરવામાં આવે છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. ત્યારે દીકરીઓ નાનપણથી જ વ્રત કરતી હોય છે. અલગ અલગ વ્રતોમાં સૌ પ્રથમ વ્રત બાળકીઓ ગૌરી વ્રત અથવા તો અલૂણા તરિકે ઓળખાતું વ્રત કરતી હોય છે. પાંચ દિવસના આ વ્રતમાં તેઓ મીઠું ખાતી નથી. જો કે, આ વ્રતમાં દીકરીઓ રોજે રોજ સાજ-શણગાર કરતી હોય છે. ત્યારે આ નાની બાળાઓના હાથને શણગારીને પોતાનો રાજીપો સુરતમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

દીકરીઓના ચહેરા પર સ્માઈલ

સુરતના મોટા વરાછા ખાતે આવેલા એબીસી સર્કલ પરના શિવઝ નેલ આર્ટ દ્વારા દીકરીઓને ખુશ કરવા માટે નિઃશૂલ્ક નેઈલ આર્ટ કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1111 દીકરીઓના હાથ પર નેઈલ આર્ટ કરી આપવામાં આવ્યાં હતાં. જેથી શણગાર સજેલી દીકરીઓના ચહેરા પર સ્માઈલ જોવા મળતી હતી. અગાઉથી થયેલા પ્લાનિંગ મુજબ દીકરીઓના રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યાં હતાં. જેથી તમામ દીકરીઓ તેમની માતા કે વડિલો સાથે નેઈલ આર્ટ કરાવવા એપોઈન્ટમેન્ટમાં મળેલા સમય પ્રમાણે આવી પહોંચી હતી.

દીકરીઓને ખુશ કરવા પ્રયાસ

શિવુઝ નેઈલ આર્ટના હસ્તિકા પટેલે કહ્યું કે, મારે પણ એક દીકરી છે. દીકરીઓને શણગારનો ખૂબ શોખ હોય છે. ત્યારે વ્રતમાં મારી જે ખૂબી છે તેનો ઉપયોગ થાય તે માટે હું છેલ્લા બે વર્ષથી આ રીતે સેવા કરું છું. દીકરીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર અમારો સમગ્ર સ્ટાફ અને ટીમ કામ કરે છે. દીકરીઓને માહોલ ગમે તે માટે થઈને સ્ટુડિયોની બહાર પણ ખૂબ સારું ડેકોરેશન કર્યું છે. સાથે જ આવનારા તમામ માટે બેસવા અને પાણી સહિતની સુવિધા ઉભી કરી છે. ગરીબ કે મધ્યમવર્ગના પરિવારને નેઈલ આર્ટ ન પોષાય તે માટે અમે નિઃશૂલ્ક નેઈલ આર્ટ આ દિવસો દરમિયાન મૂકી આપીએ છીએ.

આ સમાચાર શેર કરો