બનાસકાંઠામાં ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવાયેલા ઘી અને મીઠાના 10 સેમ્પલ ફેઈલ નિકળ્યા
બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય સામગ્રીનું ઉત્

બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જાહેર જનતાના આરોગ્યના હિત માટે લેવામાં આવેલા ઘી અને મીઠાના 10 સેમ્પલ ફેઇલ થતા વેપારીઓને 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ઓગડ જિલ્લાની માંગ સાથે આંદોલનની જાહેરાત, મંગળવારથી અનશન પર ઉતરશે લોકો
ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળેથી લેવાયેલા ખાધ પદાર્થના નમૂના નાપાસ થયા હતા જેને પગલે અધિક નિવાસી કલેકટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને 26 લાખનો દંડ ફટકાર્યો છે. જે તમામ કેસો ચાલી જતાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. દાખલ કરાયેલ કુલ ૧૦ કેસોમાં કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો હતો. અખાધ અને ભેળસેળ યુક્ત ખાધ સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.




