મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર / ગણેશ વિસર્જન વખતે મેશ્વો નદીમાં 10 ડૂબ્યા, 8ના મોત

Gandhinagar news : ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ

ગાંધીનગર / ગણેશ વિસર્જન વખતે મેશ્વો નદીમાં 10 ડૂબ્યા, 8ના મોત

Gandhinagar news : ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક મેશ્વો નદીમાં 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. 

મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ

પ્રાથમિક અહેવાલ અનુસાર મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે. ગણેશ વિસર્જન વખતે જ 10 જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી 8 યુવાનોના મોતના અહેવાલ મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી. જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી.

મૃતકોના નામ  

1. સોલંકી વિજયજી હાલુસિંહ (30 વર્ષ) વાધાવત, તા- કપડવંજ, જિલ્લો- ખેડા

2. ચૌહાણ ચીરગકુમાર પ્રકાશસિંહ (19 વર્ષ) વાસણા, સોગઠી

3. ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ (18 વર્ષ)  વાસણા, સોગઠી

4. ચૌહાણ મુન્નાભાઈ દિલિપસિંહ (23 વર્ષ) વાસણા, સોગઠી

5. ચૌહાણ રાજુકુમાર બચુસિંહ (28 વર્ષ) વાસણા, સોગઠી

6. ચૌહાણ પૃથ્વિ દલપતસિંહ (20 વર્ષ) વાસણા, સોગઠી

7. ચૌહાણ યુવરાજસિંહ પ્રવિણસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી

8. ચૌહાણ સિદ્ધરાજ ભલસિંહ (17 વર્ષ) વાસણા, સોગઠી

કેવી રીતે ઘટી દુર્ઘટના?

વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો