મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે એક કિમી લાંબી વિશાળ રેલી, સંસ્કૃતિની ઝાંખી જય આદિવાસીના સુત્રોચ્ચાર

આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકા

સુરતમાં વિશ્વ આદિવાસી દિવસે એક કિમી લાંબી વિશાળ રેલી, સંસ્કૃતિની ઝાંખી જય આદિવાસીના સુત્રોચ્ચાર

આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે, યુનો દ્વારા 9 ઓગસ્ટને 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે જાહેર કરવામાં આવી છે. સુરતમાં આજે આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે. અંદાજે 1 કિમી લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી હતી.

અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી

દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. સુરતમાં વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને 11 સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાય હતી.

પર્યાવરણ બચાવો સહિતના બેનરો દર્શાવ્યા

આદિવાસીઓની રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જોડાયા હતા. આ સાથે મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પણ આદિવાસીઓ જોડાયા હતા. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. આદિવાસી ઓ દ્વારા પોતાના વાજિંત્રા અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. એક કિમી લાંબી રેલીમાં પર્યાવરણ બચાવો સહિતના વિવિધ બેનરો પણ દર્શાવ્યા હતા.

આ સમાચાર શેર કરો