મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagarમાં વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ ખંખેરવા મામલે 1ની ધરપકડ

Gandhinagar News: ગુજરાતના ગાંધીનગરમાંથી દેશનો સૌથી મોટા ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્

Gandhinagarમાં વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી 19 કરોડ ખંખેરવા મામલે 1ની ધરપકડ

Gandhinagar News: ગુજરાતના ગાંધીનગરમાંથી દેશનો સૌથી મોટા ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નિવૃત્ત વૃદ્ધ મહિલા ડોક્ટરને સતત 123 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રખાઈ હતી. જો કે, પોલીસે સમગ્ર મામલે કેસનો ભેદ ઉકેલતા હાલ એક આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સાયબર ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના, ફિક્સ ડિપોઝિટ ઉપરાંત માલિકીનો બંગલો પણ વેચાવડાવી દીધો હતો. આમ કરીને કુલ રૂપિયા 19.24 કરોડ વૃદ્ધા પાસેથી ખંખેરી લેવામાં આવ્યા હતા. વૃદ્ધાએ પોતાનું મકાન વેચવા કાઢ્યું તે સમયે સંબંધીની મદદ માંગતા સાયબર ક્રાઇમ સુધી મામલો પહોંચ્યો હતો. સાયબર ક્રાઇમની બે કરતા વધુ ટીમો હાલ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને શોધવા મથામણ કરી રહી છે.

વૃદ્ધાના 19.24 કરોડ રૂપિયામાં થી ઘણીખરી રકમ ફ્રીઝ કરવાની કવાયત હાથ ધરાઈ છે. સુરત ખાતેથી એક 30 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીના એકાઉન્ટમાં રૂપિયા 1 કરોડ જમા થયા હતા. આરોપી અને સાયબર ગઠિયાઓ ઉતરપ્રદેશના નોઇડાની હોટલમાં મુલાકાત કરી આરોપી યુવકનું એકાઉન્ટ ભાડે લીધું હતું. આરોપીની કંપની ફડચામાં જતા પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું.

આ સમાચાર શેર કરો