મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'Dhurandhar' માં 'રંભા હો' ના રિમેક પર Usha Uthupએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'હું એવા લોકોમાંથી નથી...'

ઉષા ઉથુપે 1981ની ફિલ્મ 'અરમાન' માં આઈકોનિક ગીત 'રંભા હો' ગાયું હતું. આ જ ગીત હવે આદિત્ય ધરની 'ધુર

'Dhurandhar' માં 'રંભા હો' ના રિમેક પર Usha Uthupએ આપી પ્રતિક્રિયા, કહ્યું- 'હું એવા લોકોમાંથી નથી...'

ઉષા ઉથુપે 1981ની ફિલ્મ 'અરમાન' માં આઈકોનિક ગીત 'રંભા હો' ગાયું હતું. આ જ ગીત હવે આદિત્ય ધરની 'ધુરંધર' માં રીક્રીએટ કરવામાં આવ્યું છે. હવે સિંગર ઉષા ઉથુપે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શાશ્વત સચદેવે 'ધુરંધર' માટે ગીતને રીઈમેજીન કર્યું અને તેને મધુવંતી બાગજીએ તેને ગાયું.

જોકે, ઉષા ઉથુપને ગીતના રીક્રિએશનથી કોઈ વાંધો નથી. તે કહે છે કે તે ગીતની જોરદાર વાપસી અને તેનેપ્રેક્ષકોની નવી પેઢી સુધી પહોંચતા જોઈને ખૂબ જ ખુશ છે. એક ઇન્ટરવ્યુમાં ઉષા ઉથુપે કહ્યું, "કોઈએ મને 'ધુરંધર' માંથી 'રંભા હો' ના રીક્રિએટેડ વર્ઝનની લિંક મોકલી અને મેં કહ્યું, વાહ! આ શું છે! આ અદ્ભુત છે."

રીક્રીએટેડ વર્ઝન માટે સંપર્ક નહતો કર્યો

તેણે વધુમાં કહ્યું, "હું એવા લોકોમાંથી નથી જેમને ખરાબ લાગે છે કે કોઈ બીજાએ આ ગીત ગાયું છે. હું ખૂબ ખુશ છું. તે અદ્ભુત છે કે તે મજબૂત વાપસી કરી રહ્યું છે, અને હા, મધુવંતીએ તે ખૂબ જ સારું ગાયું છે." જોકે, ઉષાએ એમ પણ કહ્યું કે નિર્માતાઓએ રીક્રીએટેડ વર્ઝન માટે તેનો સંપર્ક નહતો કર્યો.

બીજા એક ઇન્ટરવ્યુમાં ઉષા ઉથુપે સિંગર મધુવંતીની પ્રશંસા કરી અને કહ્યું કે તેણે ખૂબ સારું કામ કર્યું છે. સિંગરે કહ્યું, "મધુવંતીએ શાનદાર કામ કર્યું. અમે કોલકાતામાં એક નાઈટક્લબમાં સાથે મળીને એક રીલ પણ બનાવી, જે અદ્ભુત હતી. હું હંમેશા માનતી આવી છું કે ગીત સિંગર કરતાં મોટું છે. જે કોઈ રંભા હો ગાય છે તે હિટ થશે."

ઉષા ઉથુપે કહ્યું કે તે વર્ષોથી દરેક શોમાં 'રંભા હો' પરફોર્મ કરી રહી છે, અને 'ધુરંધર' રિમેકે ગીતને નવી ઉર્જા અને લોકપ્રિયતા આપી છે. તેણે કહ્યું, "કોણે એવું વિચાર્યું હશે? દરેક શોમાં, મારે 'રંભા હો' ગાવું જ પડે છે. પણ હવે તે એક નવી ઉર્જા સાથે છે અને આ ગીતને આટલું લોકપ્રિય બનાવવા બદલ હું ધુરંધરનો આભાર માનું છું. મને ખબર નથી કે Gen-Z જેને ઇન્સ્ટા કહે છે તેના પર 'રંભા હો' ને દર સેકન્ડે કેટલા મિલિયન હિટ્સ મળે છે. તે અદ્ભુત છે."

આ સમાચાર શેર કરો