Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After Deepika Padukone, this actor also exits from the film 'Spirit'

Deepika Padukone બાદ આ દિગ્ગજ અભિનેતાની પણ 'Spirit' ફિલ્મમાંથી એક્ઝિટ! ડિરેક્ટર સાથે મતભેદ થયાની અટકળો

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Deepika Padukone બાદ આ દિગ્ગજ અભિનેતાની પણ 'Spirit' ફિલ્મમાંથી એક્ઝિટ! ડિરેક્ટર સાથે મતભેદ થયાની અટકળો
સોર્સ : GSTV

પ્રભાસ અને તૃપ્તિ ડિમરી સ્ટારર અપકમિંગ ફિલ્મ 'સ્પિરિટ' ફરી એકવાર ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે, પરંતુ અહેવાલો અનુસાર તેની સ્ટારકાસ્ટમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. દીપિકા પાદુકોણ બાદ હવે દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ આ ફિલ્મમાંથી હટી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

App Store

'સ્પિરિટ'માં પ્રકાશ રાજની ભૂમિકા

એક રિપોર્ટ મુજબ, નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા પ્રકાશ રાજ હવે આ પ્રોજેક્ટનો હિસ્સો નથી. ફિલ્મ જ્યારે એનાઉન્સ થઈ અને તેનો લોન્ચ વીડિયો સામે આવ્યો ત્યારે પ્રકાશ રાજનો દમદાર અવાજ સાંભળવા મળ્યો હતો. ત્યારથી જ એવી અટકળો હતી કે તેઓ ફિલ્મમાં કોઈ શક્તિશાળી પાત્ર ભજવશે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુક્તા હતી.

આ બાબતે સર્જાઈ અસંમતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રકાશ રાજ અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે સ્ક્રિપ્ટ અને એક ખાસ સીનને લઈને મતભેદ સર્જાયા હતા. વાત એટલી વધી ગઈ કે બંને વચ્ચે અસંમતિ થઈ ગઈ. એવા પણ આક્ષેપો છે કે શૂટિંગ દરમિયાન વર્તન સંબંધી કેટલીક સમસ્યાઓ પણ નડી હતી, જેના કારણે અભિનેતાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. જોકે, આ અંગે હજુ સુધી પ્રકાશ રાજ કે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

દીપિકા પાદુકોણ પણ થઈ હતી અલગ

નોંધનીય છે કે આ પહેલા દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાંથી અલગ થઈ ચુકી છે. અહેવાલો મુજબ, દીપિકાએ દિવસમાં માત્ર આઠ કલાક કામ કરવાની શરત મૂકી હતી, જેની પર વાત ન બનતા તે પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ તેની જગ્યાએ તૃપ્તિ ડિમરીને લેવામાં આવી છે.